ગ્રામ સેવા મંદિર સંસ્થા, સંચાલિત મહિલા ગ્રામ વિદ્યાપીઠ

 ગ્રામસેવા મંદિર, મહિલા ગ્રામ વિદ્યાપીઠ, નારદીપુર સંસ્થામાં બી.આર.એસ. ગ્રામ વિદ્યા શાખા – સંદર્ભે બે પ્રકારના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે – રૂરલ ફાર્મ મેનેજમેન્ટ તથા રૂરલ હોમ સાયન્સ મેનેજમેન્ટ એન્ડ હેલ્થ, બંન્ને પ્રકારના અભ્યાસક્રમમાં મૂળભૂતરૂપે ગાંધીજીના મંતવ્ય મુજબના ગ્રામીણ વિકાસ – ગ્રામોત્થાન અને ગ્રામ્ય આરોગ્ય બાબતોને ધ્યાનમાં લઈને વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. આ અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થિનીઓ ગ્રામીણ વિકાસના કાર્યો કરવા માટે વધુ સુર્દઢ બને વધુ પ્રેરાય અને સાથે આર્થિક ઉપાર્જન કરીને આદર્શ ગામડાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી શકે.

 

મહિલા ગ્રામ વિદ્યાપીઠ B.R.S. (બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝ) કોલેજ

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સંલગ્ન મહિલા ગ્રામ વિદ્યાપીઠ જે ગ્રામ સેવા મંદિર સંચાલિત સ્વ. નટવરલાલ મ. પંડિતજી દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી 1930 માં સંસ્થાનો પ્રારંભ થયો.

રૂરલ ફાર્મ મેનેજમેન્ટ (કૃષિ પશુપાલન – ડેરી વિજ્ઞાન)

રૂરલ હોમ સાયન્સ મેનેજમેન્ટ એન્ડ હેલ્થ (ગૃહવિજ્ઞાન)

પ્રવૃત્તિ

બી.આર. એસ. ની વિદ્યાર્થિનીઓ  યુથફેસ્ટિવલ કાર્યક્રમમાં જોડાઈ અનેકવિધ ઈવેન્ટમાં ભાગ લઈ વિજેતા બનેલ છે. વકૃત્વ સ્પર્ધા, રંગોળી, મેહદી, ચિત્ર, રમતગમત ક્ષેત્રે સંસ્થા દ્વારા મળેલ તક ને આધારે અનેકવિધ ક્ષેત્રે મોખરે રહી સંસ્થાનું નામ ઉજ્જવળ કર્યુ છે.

“સત્ય, શ્રધ્ધા અને સ્વમાનના સિધ્ધાંત”

જીવનના છેલ્લા વર્ષમાં સતત કાર્યરત રહેલા પંડિતજી ને કોઈ કહેતું કે 'હવે આ કાર્યબોજ હળવો કરો અને ભાવિ સંચાલન સહજ રીતે ચાલે તે માટે કંઈ વિચારો' ત્યારે તે કવિશ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં પ્રતિભાવ આપતા -
સૂકી માટીમાં વાવ્યાં એ પગલાંઓ
કેડી થઇ કાલ ઊગશે,
વીરતાના મેદાને વેરી જુવાર 
એને સપનામાં પંખીઓ ચૂંગશે.
સ્વ. નટવરલાલ મ. પંડિત
(1907 થી 1993)
સ્વાતંત્ર્ય સેનાની અને સંસ્થાના આર્ષદ્રસ્ટા

Call Now Button