ગ્રામ સેવા મંદિર સંસ્થા, સંચાલિત મહિલા ગ્રામ વિદ્યાપીઠ

સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા સામાજિક કાર્યકર અને પ્રખ્યાત કેળવણીકાર સ્વ. નટવરલાલ મ. પંડિત ગ્રામ – સેવા મંદિર સંસ્થાના અગ્નિહોત્રી હતા. “સત્ય શ્રધ્ધા અને સ્વમાનના સિધ્ધાંત” પર આ સંસ્થા કાર્ય કરી રહી છે.

ગ્રામ – સેવા મંદિર, નારદીપુરનો ઉદભવ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન પૂજ્ય મહાત્મા ગાંધીએ આદરેલા અહિંસક કાર્યક્રમ ‘મીઠાનો સત્યાગ્રહ’ ના બીનજકાતી પુણ્યમય સબરસના વેચાણ દ્વારા ઉપાર્જિત થયેલ રૂ/13 અને 14 આનાની ઘણી નાની રકમ પણ મહત્વની આઝાદીની પાયાની અમૂલ્ય રકમ માંથી ઈ.સ. 1930 માં થયો. સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા સામાજિક કાર્યકર અને પ્રખ્યાત કેળવણીકાર સ્વ. નટવરલાલ મ. પંડિત ગ્રામ – સેવા મંદિર સંસ્થાના અગ્નિહોત્રી હતા. “સત્ય, શ્રધ્ધા અને સ્વમાનના સિધ્ધાંત” પર આ સંસ્થા કાર્ય કરી રહી છે.
સ્વાતંત્ર્યસેનાની સ્વ. નટવરલાલ મ. પંડિત
(1907 થી 1993)
સ્વાતંત્ર્ય સેનાની અને સંસ્થાના આર્ષદ્રસ્ટા

વહીવટી સમિતિ

R.D.MEHTA

President

RAJESHKUMAR S.PATEL

Vise President

Shri J. N. Pandit

DIRECTOR

SHRI DASHARATHBHAI K.PATEL

MEMBER/VISE PRESIDENT

RITABEN S. DAVE

MEMBER AS A PRINCIPAL OF THE COLLEGE

સંસ્થાનો ટૂંકો ઈતિહાસ

સ્વાતંત્ર્ય સેનાની સંસ્થાના સ્થાપક સ્વ.પંડિતજી કન્યા કેળવણીના હિમાયતી હોવાથી સમાજમાંમહિલા શિક્ષિત બની આત્મનિર્ભર થઈ સ્વમાનભેર પોતાની આગવી ઓળખ ઉભી કરે તે ઉદ્દેશથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

કન્યાકેળવણી દ્વારા ગ્રામીણ સમાજનાં પરિવર્તનથી  સમાજનો વિકાસ થાય તે સંસ્થાની ભૂમિકા રહી હતી. સમાજના શિક્ષિતલોકો રસ લેતા તથા સહકાર આપતા તેથી જ સંસ્થાના સ્થાપક પંડિતજીને ગુજરાતના મહર્ષિ કર્વે, ગ્રામોત્કર્ષના ભેખધારી જેવા ઉપનામોથી નવાજવામાં આવતા.  

અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની દિકરીઓ શિક્ષિત બની આત્મનિર્ભર બને સંસ્થા તે આશયથી ભૂતકાળમાં તેમજ સાંપ્રત સમયમા એ જ ઉદ્દેશથી પ્રવેશ બાબતે અગ્રિમતા આપે છે. આ બંને વચ્ચે કોઈ ફરક રહ્યો નથી.

શરૂઆતના તબક્કે બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, કન્ડેસ કોર્સ – વિધવા – ત્યકતા બહેનો બે વર્ષના અભ્યાસ પછી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી પી.ટી.સી. નો અભ્યાસ કર્યા બાદ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ સમાજમાં માનભેર જીવન જીવે છે. આ સમય દરમ્યાન સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઉત્તરોતર વધ્યુ તે શૈક્ષણિક પરિવર્તન  જોવા મળ્યું છે.

મહિલા ગ્રામ વિદ્યાપીઠ , નારદીપુર મહિલા B.R.S. (બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝ) કોલેજ ની માહિતી

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સંલગ્ન મહિલા ગ્રામ વિદ્યાપીઠ જે ગ્રામ સેવા મંદિર સંસ્થા સંચાલિત સ્વ. નટવરલાલ મ. પંડિતજી દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી 1930 માં સંસ્થાનો પ્રારંભ થયો. માત્ર બહેનોના સામાજિક અને શૈક્ષણિક વિકાસના ઉદ્દેશથી મહિલા ઉત્થાન માટે વર્ષ 1986-87 માં સરકારી ગ્રાન્ટેડ મહિલા ગ્રામ વિદ્યાપીઠ ( B.R.S. કોલેજ) ની સ્થાપના થઈ. શરૂઆતમાં સ્વાયત સંસ્થા તરીકે શૈક્ષણિક કામગીરી કરી ત્યાર પછી મહિલા ગ્રામ વિદ્યાપીઠનું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે 1997-98 માં જોડાણ થયું. ત્યારબાદ જૂન 2016 થી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે જોડાણ થયું છે.   

આમ સમગ્ર ગુજરાતમાં માત્ર બહેનો માટે ઉચ્ચ શિક્ષણ ધરાવતી એકમાત્ર મહિલા ગ્રામ વિદ્યાપીઠ કાર્યરત છે.

        આ મહિલા ગ્રામ વિદ્યાપીઠમાં અત્યારે હાલ કોલેજમાં ધોરણ – 12 પછીનો ડિગ્રી કોર્સ – ત્રણ વર્ષનો (6 સેમેસ્ટર) નો ચાલે છે. પૂર્ણ અભ્યાસ ના અંતે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા B.R.S. ની ડિગ્રી આપવામાં આવે છે. સદર કોલેજમાં બે ફેકલ્ટીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

  1. રૂરલ ફાર્મ મેનેજમેન્ટ (કૃષિ પશુપાલન – ડેરી વિજ્ઞાન)
  2. રૂરલ હોમ સાયન્સ મેનેજમેન્ટ એન્ડ હેલ્થ (ગૃહવિજ્ઞાન – મુખ્ય વિષય)

સંસ્થાનું વિઝન અને મિશન

  • મહિલા યુનિવર્સિટી સ્થાપવાનો સંકલ્પ છે.
  • મહિલા સશક્તિકરણ દિશામાં વિવિધ પ્રકાર ના અભ્યાસક્રમો શરુ કરવાનો સંકલ્પ છે.
  • ખુબ ટૂંકાગાળાના અભ્યાસક્રમ દ્વારા મહિલા શિક્ષિત બની આત્મનિર્ભર થઈ સમાજ માં માનભેર જીવી શકે તે પણ સંસ્થાનું વિઝન અને મિશન છે. 

સંસ્થાની નીતિ

  • ગાંધી વિચાર સાથે સમાજ નિર્માણ એ સંસ્થાની મૂળભૂત નીતિ 
  • વિકાસ અને કલ્યાણના હાર્દ સાથે શિક્ષણ આપવું.
  • શિક્ષણમાં સ્વચ્છતા અને શ્રમ નું મહત્વ જળવાવું જોઈએ.

Call Now Button